First Education and Career Guidance Seminar by Education Committee of Morbi Sunni Muslim Halai Ghanchi Samaj
મોરબી સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી સમાજ ની શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ શિક્ષણ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
Alhamdulillah,…
Date : 18/02/2024, First Education and Career Guidance Seminar was successfully organized by Education Committee of Morbi Sunni Muslim Halai Ghanchi Samaj at Ghanchi Jamatkhana, Morbi on Sunday.
In which more than 40 girls and more than 55 boys of Sunni Muslim Halai Ghanchi society studying in class 9 or above participated in this seminar.
In this seminar, Aleem A Din, Sadate Kiram, teachers of various fields, government officials gave proper guidance on various issues and informed the students about educational as well as government schemes and scholarships and assured them of proper help in this field in the future.
Key points in this seminar
➦ Importance of religious and worldly training
➦ Scholarship information
➦ Information about RTE
➦ Correct answers to questions posed to students
➦ Paper style of std.10 and 12
➦ What to do after 10th and 12th std
Also many issues were discussed with the students.
Morbi Ghanchi Samaj is grateful to all dignitaries and all executive members and members of Ghanchi Samaj Morbi for making this first seminar of Morbi Sunni Muslim Ghanchi Samaj a success.
بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
અલ્હમદુલ્લાહ,…
તારીખ : 18/02/2024, ને રવિવાર રોજ ઘાંચી જમાતખાના, મોરબી ખાતે મોરબી સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી સમાજ ની શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમ શિક્ષણ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું સફળ આયોજન કરવામાં આવેલ.
જેમાં સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી સમાજ ના ધો.9 કે તેનાથી ઉપર ભણતા 40 થી વધારે છોકરીઓ અને 55 થી વધારે છોકરાઓ એટલે કે ટોટલ 95+ વિદ્યાર્થીઓ એ આ સેમિનાર માં ભાગ લીધેલ હતો.
આ સેમિનાર માં આલીમ એ દિન, સાદાતે કિરામ તેમજ, વિવિધ ફિલ્ડ ના શિક્ષકો, ગવર્મેન્ટ અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દે યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓ ને શૈક્ષણિક તેમજ સરકારી યોજના અને સ્કોલરશીપ વિષે માહિતગાર કરી ભવિષ્યમાં આ ક્ષેત્ર માં યોગ્ય મદદ ની ખાતરી આપવામાં આવી હતી.
આ સેમિનાર માં મુખ્ય મુદ્દાઓ
➦ દીની વ દુન્યવી તાલીમ નું મહત્વ
➦ સ્કોલરશીપ ની માહિતી
➦ RTE વિષે માહિતી
➦ વિદ્યાર્થીઓ ને મુંજવતા પ્રશ્નો ના યોગ્ય જવાબ
➦ ધો.10 અને 12 ના પેપર સ્ટાઇલ
➦ ધો.10 અને 12 પછી શું કરવું
તેમજ અનેક મુદ્દાઓ વિષે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ ના આ પ્રથમ સેમિનાર ને કામયાબ કરવા બદલ તમામ મહાનુભાવો તેમજ ઘાંચી સમાજ મોરબી ના તમામ કારોબારી સભ્યો અને સદસ્યો નું મોરબી ઘાંચી સમાજ આભારી છે.